લીલા શાકભાજીના ભાવ સાંભળીને લોકોના મોઢા લાલ થઈ રહ્યા છે. છેલ્લા એક મહિનાથી શાકભાજીના સતત વધતા ભાવે ભારતમાં 90 ટકા ઘરોને પરેશાન કર્યા છે ખાદ્યતેલોમાં મોંઘવારી ઉકળતી તો ખાસ્સા સમયથી જોવા મળી રહી છે. રીટેલ ફુગાવાના આંકડા પણ આ જ કહી રહ્યા છે.
અપેક્ષા મુજબ, છૂટક ફુગાવો માર્ચમાં 6 ટકાના આંકને વટાવી ગયો હતો અને 6.95 ટકા રહ્યો હતો. આંકડા મંત્રાલય દ્વારા જારી વિગતો મુજબ ફુગાવામાં વધારો ખાદ્ય તેલ અને શાકભાજીને કારણે થયો છે. ઘરગથ્થુ બજેટનો મુખ્ય હિસ્સો ધરાવતા આ બે ખાદ્ય ઉત્પાદનોનો ફુગાવાનો દર બે આંકડામાં છે.
માહિતી અનુસાર, માર્ચમાં ખાદ્ય તેલ અને ફેટનો ફુગાવાનો દર 18.79 ટકા રહ્યો હતો. જ્યારે શાકભાજીનો મોંઘવારી દર 11.64 ટકા રહ્યો છે. એટલે કે ભારતીય પરિવારોએ આ બંને વસ્તુઓ પર વધુ પૈસા ચૂકવ્યા છે. ખાદ્ય તેલનો ફુગાવાનો દર ગ્રામીણ વિસ્તારોમાં 20.75 ટકા અને શહેરોમાં 15.15 ટકા હતો. તેવી જ રીતે, શાકભાજીનો ફુગાવો ગ્રામીણ વિસ્તારોમાં 10.57 ટકા અને શહેરી વિસ્તારોમાં 13.37 ટકા હતો.
નોન-ફૂડ આઇટમ્સની વાત કરીએ તો, છેલ્લા મહિનામાં લોકોએ કપડાં અને ફૂટવેર પર વધુ ખર્ચ કરવો પડ્યો છે. માહિતી અનુસાર, માર્ચમાં કપડાંનો મોંઘવારી દર 9.06 ટકા અને ફૂટવેરનો મોંઘવારી દર 11.29 ટકા હતો. આ સમયગાળા દરમિયાન પરિવહન અને સંદેશાવ્યવહારનો મોંઘવારી દર આઠ ટકા રહ્યો છે.
( આંકડા મંત્રાલયના નિવેદન અનુસાર, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના 1114 શહેરી બજારો અને 1181 ગામડાઓમાંથી કિંમતનો ડેટા લેવામાં આવ્યો છે)
ICRAના અર્થશાસ્ત્રી વડાં અદિતિ નાયર કહે છે, જો આગામી મહિને રિટેલ ફુગાવાનો દર માર્ચની સરખામણીમાં નીચે નહીં આવે તો જૂન 2022થી વ્યાજ દરમાં વધારો થઈ શકે છે.
મુખ્ય ખાદ્ય ચીજોનો ફુગાવો દર (ટકાવારીમાં)
તેલ-ચરબી 18.79
શાકભાજી 11.64
માંસ-માછલી 9.63
મરચા-મસાલા 8.50
નાસ્તો-સ્વીટ 6.60
અન્ય મુખ્ય વસ્તુઓ
કોમોડિટી ફુગાવો (ટકાવારીમાં)
ફૂટવેર 11.29
કપડાં 9.06
બ્યુટી પ્રોડક્ટ્સ 8.71
પરિવહન 8.00
તેલ-વીજળી 7.52
પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આસામ, મધ્યપ્રદેશ અને તેલંગાણા.
સૌથી સસ્તાં રાજ્ય
તમિલનાડુ, પંજાબ, કેરળ, કર્ણાટક અને દિલ્હી.