ફિલ્મ સ્ટાર્સનું ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત હોય છે, પરંતુ કેટલીકવાર ચાહકો તેમની મર્યાદાઓ ઓળંગી જાય છે અને કંઈક એવું કરે છે જે તેમણે ક્યારેય ન કરવું જોઈએ. સેલેબ્સ માટે ચાહકોનો આ પ્રેમ ક્યારેક જીવલેણ સાબિત થાય છે. સુપરસ્ટાર પ્રભાસના એક ફેને ‘રાધે શ્યામ’ના નેગેટિવ રિવ્યુના કારણે આત્મહત્યા કરી લીધી છે.
પ્રભાસ અને પૂજા હેગડે સ્ટારર ફિલ્મ રાધે શ્યામને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં કેટલાક લોકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી છે તો બીજી તરફ કેટલાક લોકોએ ફિલ્મને લઈને કંઈ ખાસ ખુશ નથી. એમ કહેવું પણ ખોટું નથી કે મોટાભાગના દર્શકો ફિલ્મને એવરેજ કહી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ નકારાત્મક સમીક્ષાઓથી નારાજ થઈને, એક ચાહકે મૃત્યુને વહાલું કર્યું છે.
ટોલીવુડ.નેટના એક અહેવાલને ટાંકીને બોલિવૂડ લાઈફે જણાવ્યું કે પ્રભાસના એક ચાહકે આત્મહત્યા કરી લીધી છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આંધ્ર પ્રદેશના કુર્નૂલના તિલક નગરના રહેવાસી 24 વર્ષીય મુથલા રવિ તેજાએ રાધે શ્યામને મળી રહેલી નકારાત્મક સમીક્ષાઓથી નારાજ થઈને આત્મહત્યા કરી લીધી. રિપોર્ટ અનુસાર, તેજાએ પહેલા દિવસે ફિલ્મ જોઈ હતી અને પરિવારને કહ્યું હતું કે ફિલ્મ તેની અપેક્ષા મુજબની નથી.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે નેગેટિવ રિવ્યુએ તેમને વધુ પરેશાન કર્યા, ત્યારબાદ તેણે ફાંસી લગાવી લીધી. તેજા વ્યવસાયે વેલ્ડર હતો. યાઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ ચાહક ફિલ્મ કે સેલેબના ક્રેઝને કારણે મોતને ભેટ્યા હોય. આ પહેલા પણ આવા કેટલાક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.