સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાન સભા મતદાર મંડળમાં યોજાનારી ચૂંટણી માટે ભારત ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ નિરીક્ષકો સુરત આવી પહોંચ્યા છે અને જિલ્લા ચૂંટણી અધિકારી- કલેકટર આયુષ ઓક સાથે બેઠક કરી હતી.
ખર્ચ નિરીક્ષકોમાં ૧૫૯ સુરત ઇસ્ટ, ૧૬૦ સુરત ઉત્તર, ૧૬૨ કરંજ, ૧૬૭ સુરત પશ્ચિમ માટે ખર્ચ નિરીક્ષક મુરલી મોહન (IRS) જ્યારે ૧૫૬ માંગરોળ, અને ૧૫૭ માંડવી માટે ખર્ચ નિરીક્ષક કુંદન યાદવ (IRS) તેમજ ૧૫૫ ઓલપાડ, ૧૫૮ કામરેજ, ૧૬૧ વરાછા રોડ ૧૬૬ કતારગામ વિધાન સભા બેઠક માટે ખર્ચ નિરીક્ષક ગજેન્દ્ર સિંહ (IRS) ઉપરાંત ૧૬૩ લિંબાયત ૧૬૪ ઉધના, ૧૬૫ મજુરા બેઠક માટે પ્રશાંત સિંહ (IRS) અને ૧૬૮ ચોર્યાસી, ૧૬૯ બારડોલી, ૧૭૦ મહુવા વિધાન સભા બેઠક માટે અનુરાગ ત્રિપાઠી (IRS) આજે સુરત કામગીરી સંભાળી લીધી છે.
સુરત જિલ્લામાં સમાવિષ્ઠ વિધાનસભા મતદાર મંડળમાં જાહેર ચૂંટણી અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ આયોજન ભવન કચેરીના પ્રથમ માળે કાર્યરત MCMC/eMCMC સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે.
ભારત ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ખર્ચ નિરીક્ષકો મુરલી મોહન (IRS), કુંદન યાદવ (IRS), ગજેન્દ્ર સિંહ (IRS), પ્રશાંત સિંહ (IRS), અનુરાગ ત્રિપાઠી(IRS) દ્વારા સેન્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકે પણ સેન્ટર ખાતે વિધાનસભા વિસ્તારમાં કાર્યરત મીડિયાનું મોનીટરીંગનું નિરીક્ષણ કર્યું હતું. જાહેર જનતા માટે વિધાનસભાની ચૂંટણીની માહીતી આપતા એક પ્રદર્શન મીડિયા સેન્ટરનું નિરીક્ષણ કર્યું હતું, તેઓએ જરૂરી સુચનો કરી માર્ગદર્શન આપ્યુ હતુ.
આ સેન્ટર ખાતે નાયબ માહીતી નિયામક નિખિલેશ ઉપાઘ્યાય,ઇ.સહાયક માહીતી નિયામક મહેન્દ્ર વેકરીયા, સિનયર સબ.એડીટર પરેશ ટાપણીયા, સુપરવાઇઝર નરેશ પટેલ, ટેકનિકલ આસિસ્ટન્ટ સુનીલ મહેતા, માહીતી મદદનીશ અભિષેક ગામીત, ફેલો સાવન પટેલ ઉપસ્થિત હતા.