સીબીઆઈ બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે એબીજી શીપયાર્ડ લીમીટેડના ભૂતપૂર્વ પ્રમોટર્સ અને અન્ય લોકો સામે રૂા.22842 કરોડથી વધુની છેતરપિંડી પ્રકરણમાં મની લોન્ડરીંગનો ફોજદારી કેસ નોંધ્યો છે.
read more: LIC પાસે આવકવેરાના બાકી રૂા.75000 કરોડની ઉઘરાણી શરૂ કરતો ઈન્કમટેક્સ વિભાગ
સીબીઆઈની ફરિયાદ અને ફોરેન્સીક ઓડિટ રિપોર્ટ બાદ હવે ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટ હેઠળ કેસ નોંધ્યો છે. ઈડી આ કેસ દાખલ થયા બાદ બેંકો પાસેથી બેંક લોનનો દુરુપયોગ કરી લોકોના નાણા લૂંટવા માટે શેલ કંપનીઓની રચના અને કંપનીના અધિકારીઓ અન્યોની ભૂમિકા પર નજર રાખશે. સીબીઆઈએ દોઢ વર્ષથી વધુ સમય સુધી તપાસ કર્યા બાદ એફઆઈઆર નોંધી છે. ઈડીએ એબીજી શિપયાર્ડ લીમીટેડ અને તેના તત્કાલીન ચેરમેન ઋષિ કમલેશ અગ્રવાલ સહિત અન્ય લોકો પર ફોજદારી આરોપ મુક્યા છે.
સીબીઆઈએ એબીજી શિપયાર્ડ લિમીટેડ અને તેના તત્કાલીન ચેરમેન ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્યો સામે બેંકોમાં છેતરપિંડીનો કેસ નોંધ્યો છે. એજન્સીએ 12 ફેબ્રુઆરીએ 13 સ્થળોએ દરોડા પાડયા હતા અને ખોટા પુરાવા મળ્યા હોવાનો દાવો કર્યો છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે અને અન્ય મોટા માથાઓનો પણ પર્દાફાશ થાય તેની રાહ જોવાઈ રહી છે.