ગુજરાતી મૂળના દિપ્તી વૈદ્ય દેઢિયાની એડિસન મ્યુનિસિપલ કોર્ટમાં નિમણૂંક થઈ છે. દક્ષિણ એશિયાઈ પ્રાંતની પ્રથમ મહિલા મ્યુનિસિપલ કોર્ટ જજ બનીને દિપ્તીએ ઈતિહાસ રચતા ગુજરાતી સમાજમાં સહર્ષ ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
read more: વાછરડી પર ક્રૂરતા, અડધો ડઝન લોકોએ કર્યું દુષ્કર્મ, 4ની ધરપકડ
ન્યૂ જર્સીના સૌથી વધુ વૈવિધ્યસભર વિસ્તારોમાંના એક એવા વિસ્તારમાં મ્યુનિસિપલ જજ તરીકે નિમણૂંક મેળવનારી પ્રથમ ભારતીય મહિલા હોવાનો શ્રેય દિપ્તી દેઢિયાએ પોતાના પરિવાર અને સમુદાયને આપ્યો હતો. દિપ્તી દેઢિયાએ બિઝનેસમાં ડિગ્રી મેળવ્યા બાદ કાયદાનું શિક્ષણ મેળવ્યું હતું. લો ફર્મમાં ઇન્ટર્નશિપે તેમને આ ક્ષેત્રમાં વધુ રુચિ જગાડી હતી.
મૂળ ભાયાવદર અને માંગરોળમાં રહેતા દેઢિયા પરિવારની ત્રીજી પેઢી કેન્યા શિફ્ટ થઈ ત્યારબાદ આ પરિવાર બાદમાં લંડન ગયો હતો તો બીજીતરફ માતૃ પક્ષે નાના-નાની એડન ગયા અને મુંબઈ પરત ફર્યા. તેમના માતાપિતાએ લંડનમાં લગ્ન કર્યા અને યુએસ શિફ્ટ થયા. તેઓ પહેલા ન્યૂયોર્ક અને પછી ન્યૂ જર્સી રહ્યા. તેમની માતા હજુ પણ એક સફળ બિઝનેસવુમન અને તેના પિતા એમ્બ્રોલોજિસ્ટ છે.