અલવરના ભિવડીમાં ત્રણ દિવસ પહેલા વાછરડા સાથે દુષકર્મનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ખળભળાટ મચી ગયો છે. ભિવડી પોલીસ અધિક્ષકની સૂચનાથી પોલીસે એક ટીમ બનાવી ચાર આરોપીઓની ધરપકડ પણ કરી છે.
ગોપાલક ફતેહ મોહમ્મદે 14 ફેબ્રુઆરીએ પોલીસને જણાવ્યું હતું કે તે ચુહાદપુરના જંગલોમાં પશુઓ ચરાવવા છોડીને તે પોતાના ગામ ગયો હતો. પરત ફરતી વખતે તેણે જોયું કે તેના જ ગામના અડધો ડઝન લોકો વાછરડી સાથે તેનો પગ દોરડાથી બાંધીને બદકામ કરતા હતા. ફતેહ મોહમ્મદે આ લોકોનો પ્રતિકાર કર્યો તો તેને ડરાવી ધમકાવીને નાસી છૂટ્યા હતા. આ ઘટનાનો વીડિયો થોડા સમય બાદ આરોપીએ વાયરલ કર્યો હતો.
read more: માતા-પિતાએ ઑફલાઇન ક્લાસ કરવા કહેતા છોકરીએ હોસ્ટેલમાં ફાંસો ખાઈ લીધો
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી અને આ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં 21 વર્ષીય ઝુબેર, 20 વર્ષીય ચુન્ના ઉર્ફે તારીફી, તાલીમ અને વારિસનો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ ચૂહારપુર પોલીસ સ્ટેશન ચોપંકી ભીવાડીના રહેવાસી છે. તમામ આરોપીઓ પોલીસથી બચવા માટે હરિયાણાના મેવાતમાં પોતાના સંબંધીઓ સાથે છુપાઈ જવા જઈ રહ્યા હતા, પરંતુ પોલીસની તત્પરતાથી ચારેય આરોપીઓ ઝડપાઈ ગયા.
આ ઘટનાને લઈને અનેક સામાજિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોના આગેવાનોએ તિજારા નગર બંધ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અલવરના તિજારામાં હજારો લોકોએ આરોપીઓની ધરપકડ અને ફાંસી માટે બજાર બંધ કરીને વિરોધ પ્રદર્શન કર્યું અને કહ્યું કે પોલીસે બાકીના આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવી જોઈએ નહીં તો મોટું આંદોલન શરૂ કરવામાં આવશે.