સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ગ્લોબલ વિઝન વુમન ઓરિએન્ટેડ કેન્સર કેર ઓર્ગેનાઈઝેશન છે.ગ્લોબલ વિઝનના મેનેજર શિલ્પી બુલાનીએ બ્લડ કેન્સરના વધતાં જતા કેસને ધ્યાનમાં રાખીને ગત 13 ફેબ્રુઆરીએ એક રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું.
સુરત બ્લડ ડોનેશન સેન્ટરના ડો. જૈમીની પટેલ અને તેમની ટીમના સહયોગથી આયોજિત આ બ્લડ કેમ્પને સ્વૈચ્છિક રક્તદાતાઓ તરફથી સુંદર પ્રતિસાદ સાંપડ્યો હતો.રક્તદાન શિબિરને સફળ બનાવવા ગ્લોબલ વિઝનની સમગ્ર ટીમે પણ જહેમત ઉઠાવી હતી.
read more: ગ્રીષ્માના અંતિમ સંસ્કારમાં સુરત હિબકે ચડ્યું, ગૃહમંત્રી વિરૃદ્ધ પોસ્ટર લાગ્યાં
ગ્લોબલ વિઝન લોકજાગૃતિ માટે સતત પ્રયત્નશીલ હોય છે અને ભવિષ્યમાં પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિ થકી ખાસ કરીને કેન્સર પીડિત લોકોને મદદ કરતાં રહીએ એ માટે પ્રતિબદ્ધ છે. આ રક્તદાન શિબિરથી 43 યુનિટ રક્ત એકત્રીત થયું છે.