આવતીકાલના નાગરિકો જવાબદારીપૂર્વક કાયદો સમજે અને તેનું સન્માન કરી રાષ્ટ્રહિતમાં પોતાનું યોગદાન આપી શકે એ અર્થે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા તેમના ઘડતર માટે સતત કાનૂની માર્ગદર્શક કાર્યક્રમો યોજે છે. આ ક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,જિલ્લા ન્યાયાલય સુરત દ્વારા વનિતા વિશ્રામ હાઇસ્કુલ (અંગ્રજી માધ્યમ ) અઠવાગેટ ખાતે કાનૂની માર્ગદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
વનિતા વિશ્રામ હાઈસ્કુલ ખાતે આ કાર્યક્રમ અંતર્ગત નશામુકિત ,પોકસો એક્ટ,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની પ્રવૃત્તિઓ, મિસિંગ ચાઈલ્ડ વગેરે જેવા વિષયો પર ન્યાયાધીશ આર.એ.ત્રિવેદી, મેમ્બર સેક્રેટરી અને મુખ્ય ન્યાયાધીશ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ,અમદાવાદ, ન્યાયાધીશ વી.વી. મોઢે, પ્રોજેકટ ઓફિસર અને અધિક સિનિયર સિવિલ ન્યાયાધિશ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ, ન્યાયાધીશ એચ.વી.જોટાનીયા, સચિવ અને અધિક સિનિયર સિવિલ ન્યાયાધિશ,જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય તથા શોભનાબેન છાપિયા, પ્રદિપભાઈ શિરસાઠ, શાળાના આચાર્યએ ઉપસ્થિત વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડી જાગૃત કર્યા હતા.