પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી છે. ગુજરાતમાં આ વર્ષના અંતે યોજાશે. ગુજરાતની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જોરશોરથી ઝંપલાવશે એવી જાહેરાત આપના નેતા અરવિંદ કેજરીવાલે કરી છે.
અરવિંદ કેજરીવાલનો દાવો છે કે, આમ આદમી પાર્ટી તથા દિલ્હી સરકારે સમગ્ર દેશમાં સારી છાપ ફેલાવી ગઇ છે. સંગઠન કક્ષાએ હજી જોઈએ તેવી કામગીરી નથી થઈ રહી અને ચૂંટણી લડવા સંગઠન અનિવાર્ય છે.
read more: દેશમાં 1 જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપુર્ણ પ્રતિબંધ
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી વિશે તેઓએ કહ્યું કે પંજાબમાં ‘આપ’ની સરકાર રચાશે અને અન્ય રાજ્યોમાં પણ આપ સારૂં પ્રદર્શન કરશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં સાત વર્ષના અનુભવ પરથી કહી શકું છે કે દેશમાં પરિવર્તન શકય છે. કોંગ્રેસ-ભાજપે સારુ કામ કર્યું હોત તો તેમને રાજકારણમાં આવવાની કોઈ જ ઈચ્છા ન હતી.
કેન્દ્ર સરકાર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને રાષ્ટ્રીય ષડયંત્રના ભાગરુપે હરિફોનો કાંટો કાઢવા માટે દરોડા જેવા કૃત્યો કરી રહી છે. રાષ્ટ્રીય સ્તરે વિકલ્પ બનવા અંગે કેજરીવાલે જણાવ્યું કે ‘આપ’ એ કોઈ પક્ષનો કોઇનો વિકલ્પ નથી. દેશમાં ભ્રષ્ટ્રાચાર ખતમ થાય અને પ્રજાકીય પ્રશ્નો ઉકેલાય એ અમારો એકમાત્ર ધ્યેય છે.