જેમ્સ બોન્ડ સીરીઝની ફિલ્મ ‘નો ટાઇમ ટૂ ડાઈ’ ગયા વર્ષે ટોકિઝમાં રજૂ થઇ હતી, હવે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર પણ 4 માર્ચથી જોઇ શકાશે. આ ફિલ્મ 6 ભાષા હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પ્રસારિત થશે.
read more: વિદ્યાર્થીઓ ઘેર બેઠા મેળવશે ગુણવત્તાવાળું શિક્ષણ, શરૂ થશે એજ્યુકેશનલ ટીવી ચેનલો
જેમ્સ બોન્ડ ફ્રેન્ચાઈઝીની 25મી ફિલ્મ અને ડેનિયલ કેગની છેલ્લી ફિલ્મ ‘નો ટાઇમ ટુ ડાઈ’ વર્ષ 2021ની સૌથી સફળ ફિલ્મોમાંની એક હતી. તેણે દુનિયાભરમાં બોકસ ઓફિસ પર 770 મિલિયન ડોલરથી વધુની કમાણી કરી હતી. ગયા વર્ષે જ આ ફિલ્મના રાઈટનો સોદો એમેઝોને 8.45 અબજ ડોલરમાં થયો હતો. આ સોદો અમલમાં આવ્યા બાદ આ ફિલ્મ એમેઝોન પર જોઇ શકાશે.