દેશભરમાં એરટેલ યુઝર્સ આઉટેજનો સામનો કરી રહ્યા છે. એટલે કે એરટેલ યુઝર્સને કંપનીની સેવાઓનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એરટેલ ભારતની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાંની એક છે. નેટવર્ક સમસ્યાઓનો સામનો કરી રહેલા સેંકડો વપરાશકર્તાઓ ફરિયાદ કરવા Twitter પર ગયા. કેટલાક યુઝર્સે ટ્વિટર પર જાણ કરી છે કે માત્ર એરટેલની મોબાઈલ ઈન્ટરનેટ સેવા જ નહીં, પરંતુ એરટેલ થેંક્સ એપ અને એરટેલ બ્રોડબેન્ડ સેવાઓએ પણ કામ કરવાનું બંધ કરી દીધું છે.
ઈન્ટરનેટ આઉટેજ ટ્રેકર DownDetector અનુસાર, આઉટેજ દેશના વિવિધ ભાગોમાં એરટેલ વપરાશકર્તાઓને અસર કરી રહ્યું છે. DownDetectorના મત અનુસાર, આ સમસ્યા સવારે 11 વાગ્યાની આસપાસ ઊભી થઈ.
DownDetector એ અહેવાલ આપ્યો છે કે આઉટેજને કારણે સુરત, દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ, જયપુર, કોલકાતા સહિત ભારતના મોટા ભાગના શહેરોને અસર થઈ છે.
મોટી સંખ્યામાં યુઝર્સ ફરિયાદ કરવા ટ્વિટર પર પહોંચી ગયા. આઉટેજ બાદ લોકો ટ્વિટર પર મીમ્સ દ્વારા કંપનીની મજાક ઉડાવી રહ્યા છે.
એરટેલે આઉટેજને સ્વીકાર્યું છે અને કંપની તરફથી એક નવું ટ્વીટ આવ્યું જેમાં કહેવાયું છે કે, તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવાઓ સામાન્ય થઈ ગઈ છે.