કેનેડાથી અમેરિકા ગેરકાનુની રીતે ઘુસવા જતાં બે માસુમ બાળકો સાથે દંપતીનું થીજી જવાથી મોતનું પ્રકરણ ભૂલાય એ પૂર્વે હવે કેનેડામાં અભ્યાસ માટે ગયેલા ગુજરાત સહિત ભારતના 2500 વિદ્યાર્થીઓ અટવાયા હોવાની ખબર સામે આવી છે.કેનેડામાં તેમની ત્રણ કોલેજોને તાળા લાગી જતા આ વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધતરતાલ થઈ ગયું છે.
નાણાકીય ગેરરીતિની તપાસ આગળ વધે એ પહેલા કેનેડાના મોન્ટીરયલની ત્રણ કોલેજોએ અચાનક જ તાળા મારી દેતાં ભારતના 2500 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે. લાખો રૂપિયા ખર્ચ કર્યા બાદ વિદ્યાર્થીઓ પાસે હવે અભ્યાસ છોડીને ભારત પરત આવવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી. કેનેડાની બંધ થયેલી કોલેજોમાં સીસીએસક્યુ, કોલેજ ઓફ એલસ્ટાયર અને એમ.કોલેજનો સમાવેશ થાય છે.
read more: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ ‘બબીતાજી’ની ધરપકડ અને પૂછપરછ બાદ છૂટકારો
કોવિડ અને અન્ય સંજોગોને આગળ લાવી આ કોલેજોએ 30 નવેમ્બરથી 10 જાન્યુઆરી સુધી અસામાન્ય સમયગાળાનું વિન્ટર વેકેશન જાહેર કર્યું હતું. વેકેશન દરમિયાન જ કોલેજોએ સેમેસ્ટર તેમજ અભ્યાસક્રમ પ્રમાણે 10 થી 20 લાખની ફી પણ ઉઘરાવી લીધી હતી. અમદાવાદના એક વિદ્યાર્થીનું કહેવું છે કે, મોન્ટીરયલની સીસીએસક્યુ કોલેજમાં તેણે બે વર્ષનો બિઝનેસ એડમીનીસ્ટ્રેશનનો કોર્સ કરવા પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસના ખર્ચને પહોંચી વળવા તેણે લોન લીધી હતી. કોલેજને તાળા લાગી જતાં તેના માટે આર્થિક રીતે અને કેરિયરની એમ બંને રીતે મુશ્કેલી ઉભી થઇ છે. તકલીફની વાત તો એ પણ છે કે, કેનેડામાં ફસાયેલા આ વિદ્યાર્થીઓને કોઇ સતાવાર જવાબ આપવા પણ તૈયાર નથી.
વિદ્યાર્થીઓએ તંત્ર સમક્ષ તેમનું ધ્યાન દોરવા કેનેડામાં એક રેલી યોજી હતી. વિદ્યાર્થીઓએ તેમના ફીનાં નાણા પરત મળે અને વર્ક પરમીટ આપવામાં આવે તેવી માગણી કરી હતી. જાણકારી અનુસાર જે કોલેજો બંધ થઇ છે તેઓ ફ્રેન્ચ લેંગ્વેજની કોલેજ હતી અને આ કોલેજો સામે નાણાકીય ગેરરીતિની ફરિયાદ મળી હતી, તપાસ શરૂ થાય એ પહેલા જ આ કોલેજો તાળા મારીને ઉચાળા ભરી ગઈ છે.