બજેટ રજૂ થયા બાદ હવે સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર અને કેપીટલ ઈન્વેસ્ટમેન્ટ માટે જે મોટા ટાર્ગેટ જાહેર કર્યા છે તેમાં હવે સરકારે મહેસુલ આવક, કર, આવક પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. 2021-22નું વર્ષ કોરોનાની બીજી અને ત્રીજી લહેર બન્ને વચ્ચેથી પસાર થયું હોવા છતાં બજેટમાં મહેસુલી આવક (કર આવક)નો જે સુધારેલો અંદાજ મુકયો હતો તેના કરતા પણ રૂા.10થી20 હજાર કરોડથી વધુ આવક થશે.
દેશના મહેસુલી સચિવ તરૂણ બજાજે આ દાવો કરતા સરકારનું તમામ ધ્યાન ટેકસનો દાયરો વધારીને વધુ લોકો ટેક્સ ભરે તેના પર હોવાનું જણાવતા ઉમેર્યુ કે દેશમાં જે આવકવેરાના કુલ રીટર્ન ભરાય છે તેમાં 75% રીટર્નમાં રૂા.5 લાખ કે તેથી ઓછી આવક દર્શાવવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષના અંતે સુધારેલી કર આવકનો અંદાજ પણ ઓછો છે તેના પર સ્પષ્ટતા કરતા મહેસુલ સચિવે કહ્યું પ્રથમ ત્રિમાસિક પીરીયડ એપ્રિલ-જૂન 2021 કોરોનામાં ધોવાઈ ગયો હતો ત્યારબાદના ત્રણ માસમાં પણ તેવી જ હાલત હતી. ત્રીજા કવાટરથી પરીસ્થિતિ સુધી અને ચોથુ કવાટર શ્રેષ્ઠ રહેશે તેવો અંદાજ છે. તેઓએ કહ્યું કે એકસાઈઝ ડયુટીનો પ્રશ્ન છે.
જો તેઓએ ખાદ્ય તેલની એકસાઈઝ ડયુટી ઘટાડતા સરકારની આવક રૂા.50-60 હજાર કરોડ ઘટી હતી અને કસ્ટમ ડયુટીમાં રૂા.18000 થી 20000 કરોડનો ઘટાડો થયો હતો. તેઓએ જીએસટીમાં બોગસ બિલીંગ એ સૌથી મોટી ચિંતા અને તેના આધારે ખોટી ઈન્પુટ ટેક્સ ક્રેડીટ લેવાય છે તેને સરકાર ડામશે તેવી ખાતરી આપતા કહ્યું કે કયારેક કોઈ એક માસમાં રૂા.50 કરોડનું ટર્નઓવર દર્શાવે છે. બીજા મહિને તે અદ્રશ્ય થઈ જાય છે અને આવકવેરામાં પણ તે કયાંય દેખાતા નથી. અમે આ પ્રવૃત્તિ પર લગામ લગાવી રહ્યા છીએ.
તેઓએ આવકવેરામાં બે પ્રકારના આવકવેરા રીજીમ છે પણ દેશમાં 75% રીટર્ન ફાઈલ કરનારાએ રૂા.5 લાખ અને 92% એ રૂા.10 લાખથી ઓછી આવક દર્શાવી હતી. તેઓએ કહ્યું કે 7 કરોડ લોકોએ રીટર્ન ફાઈલ કર્યા હતા પણ વાસ્તવમાં ટેક્સ 11 કરોડ લોકોએ ભર્યા છે. બાકીના ચાર કરોડ એ ટેક્સ ડીડકશન એટ સોર્સ (ટીડીએસ) ભરનારા છે. તેઓના ખર્ચ કે આવકમાંથી ટીડીએસ ભરાયા છે તેથી જ આ બજેટમાં એક નવી કલમ ઉમેરાઈ છે. જો તમોએ 50000થી વધુ ટીડીએસ ભર્યા છે પણ ટેક્સ રીટર્ન ફાઈલ કર્યુ નથી તો આવકવેરા વિભાગ બે વર્ષ રાહ જુએ છે પણ હવે તે સમય ઘટાડી એક વર્ષનો કર્યો છે તે પછી ડબલ ટીડીએસ વસુલાશે.
અમે જેઓના ટેક્સ પાત્ર વ્યવહારો છે તેની માહિતી મેળવીએ છીએ અને તેને દર્શાવી તે રીટર્ન ભરવા કહીએ છીએ. આવકવેરા ખાતુ તમારે ત્યાં આવે તેની રાહ જુઓ નહી. ઉપરાંત રીટર્ન અપડેટની પણ સુવિધા આપી છે તેમાં ખરેખર શરતચૂકથી કે અજાણતા ભુલ કરી છે તો તમો રીટર્ન સુધારી ટેક્ષ ભરી શકો છો તમોને આ માટે અમે સમય આપશું પણ સમય વિતી ગયા બાદ ઘરે ચોક્કસપણે પહોંચીશું.