કેનેડામાં ભારતીયો સાથે દુર્વ્યવહારની ઘટનાઓ સતત વધી રહી છે. હવે જસ્ટિન ટ્રુડોના દેશમાં એક ભારતીય યુવકને ત્યારે અપમાનનો સામનો કરવો પડ્યો જ્યારે મકાનમાલિકે ઘરમાંથી સામાન કાઢીને તેની સામે ફેંકી દીધો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકો કેનેડામાં ભારતીયોની હાલત પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘર કા કલેશ હેન્ડલ સાથે પોસ્ટ કરવામાં આવ્યો છે. તેના કેપ્શનમાં લખ્યું છે, ‘એક દેશી છોકરા અને તેના મકાનમાલિક વચ્ચે ઝઘડો થયો કારણ કે તે ઘર ખાલી કરી રહ્યો ન હતો. પછી મકાનમાલિકે આવીને સામાન જાતે બહાર કાઢવા માંડ્યો. 15 સેકન્ડના વિડિયોમાં બે માણસો ઘરમાંથી વસ્તુઓ બહાર કાઢતા જોવા મળે છે, જ્યારે ભારતીય યુવક ઊભો રહીને જોતો હોય છે.
ટ્રુડોની ટીકા
એક યુઝરે લખ્યું, ‘ટ્રુડોઅને તેમની ભયાનક નીતિઓએ કેનેડાને બરબાદ કરી દીધું છે. જો કે, કેટલાક યુઝર્સે આ અંગે હળવી ટિપ્પણીઓ પણ કરી હતી. એકે લખ્યું, ‘ગોટ ફ્રી મૂવર્સ અને પેકર્સ.’ બીજાએ લખ્યું- વિદેશમાં દેશી સંઘર્ષ.