જર્મનીમાં હાઈફિલ્ડ મ્યુઝિક ફેસ્ટિવલમાં એક ભયાનક ઘટના બની છે. જ્યાં, સંગીત સમારોહમાં અચાનક ફેરિસ વ્હીલમાં આગ લાગી. અચાનક લાગેલી આગમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટના શનિવારે બની હતી. આ બનાવથી સ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
આગ લાગી ત્યારે ફેરિસ વ્હીલમાં ઘણા લોકો પહેલાથી જ હાજર હતા. વીડિયોમાં તે ક્ષણ પણ બતાવવામાં આવી છે જ્યારે ચકડોળમાં અચાનક આગ લાગી જાય છે. વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે અચાનક આગ લાગે છે અને તે તરત જ બંધ થઈ જાય છે.
ઘણા લોકો ઘાયલ થયા
નીચે હાજર લોકો પણ ઉભા થઈને ફેરિસ વ્હીલ તરફ જોવા લાગ્યા. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે – ‘પૂર્વ જર્મનીમાં એક મ્યુઝિક ફેસ્ટિવલમાં ફેરિસ વ્હીલમાં આગ લાગતાં કેટલાય લોકો ઘાયલ થયા હતા. 18 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ચાર લોકો દાઝી ગયા હતા, જ્યારે એક વ્યક્તિ પડીને ઘાયલ થયો હતો. આગના કારણની હજુ તપાસ ચાલી રહી છે.
યુઝર્સ પણ ડરી ગયા
ઘણા યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- આ એક નવો ડર છે જે મનમાં બેસી ગયો છે. અન્ય એક યુઝરે લખ્યું છે- આ જોઈને મને થીમ પાર્કના નામથી ડર લાગે છે. ત્રીજા વ્યક્તિએ લખ્યું છે – ભયાનકતાની કલ્પના પણ કરી શકાતી નસારું, આ જોયા પછી તમે શું કહેવા માંગો છો? તમારો અભિપ્રાય આપો.