ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ચાર વર્ષના સંબંધો બાદ પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થવાની જાહેરાત કરી છે. મહિનાઓની અટકળો પછી, હાર્દિકે 18 જુલાઈ, ગુરુવારે પોતાનો નિર્ણય જાહેર કર્યો.
હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર લખ્યું, ચાર વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેં પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે સાથે મળીને પ્રયાસ કર્યો અને આપણું બધું આપ્યું અને અમે માનીએ છીએ કે તે અમારા બંનેના હિતમાં છે. તે એક મુશ્કેલ નિર્ણય હતો.
નતાશા સ્ટેનકોવિક તેના વતન સર્બિયામાં રહેવા ગઈ છે.
આ પહેલા નતાશા સ્ટેનકોવિકે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. આ ફોટો પછી એ વાતની પુષ્ટિ થઈ છે કે તે તેના વતન સર્બિયા ગઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર તેના ઘરની બાલ્કનીમાંથી એક તસવીર શેર કરી છે. આ દરમિયાન તેણે કેપ્શનમાં લખ્યું, ‘હોમ સ્વીટ હોમ’.
નતાશા તેના પુત્ર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી
આ પહેલા નતાશા તેના પુત્ર અગસ્ત્ય સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યારબાદ તે બેગ લઈને જતી જોવા મળી હતી. તેણે સોશિયલ મીડિયા પર સૂટકેસની તસવીર પણ પોસ્ટ કરી હતી, જેના પછી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તે કદાચ ભારત છોડી રહી છે.તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ 31 મે 2020 ના રોજ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. આ પછી ફેબ્રુઆરી 2023માં હિંદુ અને ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા. આ વર્ષે મે મહિનામાં બંને વચ્ચેના સંબંધોમાં તિરાડના સમાચાર આવ્યા હતા.