છેલ્લા કેટલાક દિવસોથી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક વચ્ચે છૂટાછેડાની ખબરો આવી રહી છે. હાલમાં જ ટાઈમ્સ નાઉને આપેલા ઈન્ટરવ્યુમાં કપલના નજીકના મિત્રએ કહ્યું હતું કે નતાશા અને હાર્દિક છૂટાછેડા તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં તે લોકોના નિર્ણય વિશે વાત કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પર ઈન્ટરનેટ યુઝર્સ પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં નતાશા કહે છે – “હું કોફીનો આનંદ લઈ રહી હતી ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો કે લોકો કોઈના ચરિત્રનું આંકલન ખૂબ જ જલ્દી કરી લેતા હોય છે. જો કોઈ વ્યક્તિ અલગ રીતે વર્તન કરે છે તો લોકો તેના પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કર્યા વગર તેના ચરિત્રને જજ કરી લેતા હોય છે. તે નથી જાણતા કે, શું શું થયું છે અને તેની પાછળની કહાની શું છે? મહેરબાની કરીને કોઈના ચરિત્રનું આંકલન આટલું જલ્દી ન કરો. થોડી સહાનુભૂતિ બતાવો અને થોડી ધીરજ પણ રાખવી જોઈએ.”
નોંધનીય છે કે, નતાશા અને હાર્દિકના લગ્નને 4 વર્ષ વીતી ગયા છે. કપલને એક દીકરો પણ છે, જેનું નામ અગસ્ત્ય છે. બંને 31 માર્ચ 2020ના રોજ લગ્ન કર્યા હતા. તેના અઢી વર્ષ બાદ બંનેએ ફેબ્રુઆરી 2023માં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા. હાર્દિક સાથે છૂટાછેડાની અફવા ત્યારે શરૂ થઈ જ્યારે નતાશાએ પોતાના ઇન્સ્ટાગ્રામથી ‘પંડ્યા’ અટકી હટાવી દીધી. IPLથી લઈને T20 વર્લ્ડ કપ સુધી તે કોઈપણ મેચમાં હાર્દિક પંડ્યાને સપોર્ટ કરતી જોવા મળી નહોતી.