T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા છેલ્લા 4 દિવસથી ખરાબ હવામાનને કારણે બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. બાર્બાડોસમાં ભારે વરસાદ અને તોફાનને કારણે ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફને બાર્બાડોસમાં જ રહેવું પડ્યું હતું. હવે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ ટ્રોફી સાથે ભારત પરત ફરી છે. દિલ્હી એરપોર્ટ પર ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. જેનો વીડિયો પણ હવે સામે આવ્યો છે.