પશ્ચિમ દિલ્હીમાં ઘરમાં ઘૂસી ૮૭ વર્ષીય પથારીવશ મહિલા પર બળાત્કાર ગુજારાયો છે. પોલીસે આરોપી 30 વર્ષીય યુવકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે. ઘટના વખતે તેમની દીકરી મિત્રને મળવા બહાર ગઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પશ્ચિમ દિલ્હીના તિલક નગરમાં આ બળાત્કાર કાંડમાં આરોપીની ઓળખ ૩૦ વર્ષીય અંકિત તરીકે થઈ છે. તે તિલક નગરના આજુબાજુના જ વિસ્તારોમાં કામ કરતો હતો. રવિવારની રાતે જયારે વૃદ્ઘ મહિલાના દીકરી મિત્રને મળવા બહાર ગયા હતાં ત્યારે તેણે આ કૃત્ય આચર્યુ હતું.
દિલ્હી પોલીસે જણાવ્યું છે કે તિલક નગરમાં વૃદ્ઘ મહિલા પર બળાત્કારનો કેસ ઉકેલી લેવામાં આવ્યો છે. ૧૬ કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પીડિતાનો મોબાઇલ ફોન આરોપી પાસેથી જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી તિલક નગરના આસપાસના વિસ્તારોમાં જ રહે છે.
એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ(પશ્ચિમ) પ્રશાંત ગૌતમે જણાવ્યું હતું કે, બળાત્કાર ગુજારતી વખતે આરોપી દારૂના નશામાં હતો.આ કેસની વધુ તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ(સીટ)ની રચના કરવામાં આવી છે.