પતિ-પત્ની બંને બે દાયકાથી વધુ સમયથી કાનૂની લડાઈ લડી રહ્યા હતા. પૂર્વ એરફોર્સ ઓફિસર તેમની પત્નીથી છૂટાછેડા માંગી રહ્યા છે. તેમની હવે ઉંમર 89 વર્ષની છે. પ્રકરણ સુપ્રીમ કોર્ટમાં સુધી પહોંચ્યું હતું. પત્ની પણ 82 વર્ષની થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટમાં દલીલો શરૂ થઈ ત્યારે વૃદ્ધ પત્નીએ જજ સમક્ષ પોતાની દિલની ઈચ્છા વ્યક્ત કરી કે તે છૂટાછેડા લઈને જીવતી સ્ત્રી તરીકે મરવા માંગતી નથી. આ મહિલાની લાગણીઓનું સન્માન કરી સુપ્રીમ કોર્ટે લગ્ન વિચ્છેદની પતિની અરજી પણ ફગાવી દીધી.અદાલતે કહ્યું કે, આ હકીકતથી કોઈએ નજર ફેરવવી ન જોઈએ. વૈવાહિક સંબંધોમાંથી ઘણા સંબંધો ઉત્પન્ન થાય છે અને ખીલે છે. પત્નીની લાગણી અને આદરનું ધ્યાન રાખીને પુરુષની તરફેણમાં વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો એ પત્ની સાથે અન્યાય ગણાશે.
તેમના લગ્નને બરાબર 60 વર્ષ થઈ ગયા છે. તેમણે 1963 માં લગ્ન કર્યા હતા. જાન્યુઆરી 1984માં ભારતીય વાયુસેનાના અધિકારીની મદ્રાસ બદલી થઈ ત્યાં સુધી તેમના લગ્ન જીવનમાં બધું યથાયોગ્ય હતું. વાયુસેનાના અધિકારીની પત્નીએ તેમને ત્યારબાદ કોઈપણ રીતે સાથ ન આપતાં તેમના સંબંધોમાં કડવાશ ઊભી થઈ. શરૂઆતમાં મહિલાએ તેના સાસરિયાઓ સાથે રહેવાનું પસંદ કર્યું, બાદમાં તેના પુત્ર સાથે.
સમાધાન થાય એ માટે અનેક પક્ષોએ પ્રયાસો કરી જોયાં પરંતુ મતભેદો અને વિવાદો ઉકેલાયા ન હતા. આખરે પતિએ 1996માં પત્ની સામે છૂટાછેડાની અરજી કરી હતી. પત્ની નિવૃત્ત શિક્ષક છે. નીચલી કોર્ટમાંથી મામલો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ અને અંતે 23 વર્ષ લાંબી લડાઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચી. તેમના જીવનના અંતિમ તબક્કે, તેમની પત્નીની એક વાતે લગ્નજીવનને તૂટતું બચાવ્યું.
આ પ્રકરણમાં પતિ ક્રૂરતાનો આરોપ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો. તે સાબિત કરી શક્યા નહીં કે તેમની પત્ની તેને છોડી ગઈ છે. તેમણે કોર્ટને અનુરોધ કર્યો કે તેઓ બંધારણની કલમ 142 હેઠળ છૂટાછેડા આપવા માટે નિર્દેશ આપે કારણ કે લગ્ન સંપૂર્ણપણે તૂટી જ ગયા છે. જો કે, પત્નીએ કોર્ટને વિનંતી કરી કે તેણીની અરજીને મંજૂરી ન આપે કારણ કે તે ‘છૂટાછેડાના કલંક’ સાથે દુનિયા છોડવા માંગતી નથી. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, છૂટાછેડાના કેસ દાખલ કરવાના વધતા જતા વલણ છતાં, ભારતીય સમાજમાં, લગ્ન જીવન માટે પતિ અને પત્ની વચ્ચેનો પવિત્ર, આધ્યાત્મિક અને અમૂલ્ય સંબંધ છે. કોર્ટે કહ્યું કે દરેક વ્યક્તિએ જાણવું જોઈએ કે લગ્નનું મહત્વનું સ્થાન બંધન છે અને તે સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.