બેરોજગાર યુવાનો માટે એક મોટા સારા સમાચાર છે. આઠ હજારથી વધુ નોકરીઓ તમારી રાહ જોઈ રહી છે. જો તમે બેંકિંગ ક્ષેત્રમાં નોકરીમાં રસ ધરાવો છો, તો SBI તમારા માટે બમ્પર વેકેન્સી લઈને આવ્યું છે. બેંકમાં આઠ હજારથી વધુ જગ્યાઓ ખાલી છે, તેને ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
માહિતી અનુસાર, SBIમાં ક્લાર્કની જગ્યાઓ માટે 8000થી વધુ જગ્યાઓ ખાલી છે. રસ ધરાવતા ઉમેદવારો આજથી એટલે કે 18મી નવેમ્બરથી અરજી કરી શકે છે. કુલ 8283 ક્લાર્કની જગ્યાઓ છે. જેમાં જનરલની 3515 જગ્યાઓ, OBCની 1919 જગ્યાઓ, EWSની 817 જગ્યાઓ, SCની 1284 જગ્યાઓ અને ST કેટેગરીની 748 જગ્યાઓનો સમાવેશ થાય છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17મી ડિસેમ્બર છે. બેંક જોબ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો SBIની અધિકૃત વેબસાઈટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
SBIમાં ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉપરાંત, ઉમેદવારે માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું આવશ્યક છે. અરજી કરવા માટે, જનરલ કેટેગરી, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ રૂ. 750 ની અરજી ફી ચૂકવવી પડશે, જ્યારે SC/ST અને અન્ય અનામત શ્રેણીઓને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.