ગુજરાત બ્રેકિંગના આ સાપ્તાહિક રાશિ ભવિષ્યમાં ચંદ્ર રાશિના આધારે જાણો, કેવું રહેશે તમારું પારિવારિક જીવન, આર્થિક સ્થિતિ, આરોગ્યલક્ષી બાબતો અને નોકરી-ધંધાના ઉતારચડાવો. નિષ્ણાંત જ્યોતિષની મદદથી ચંદ્રની દરેક દિવસોની કલાઓ અને અન્ય ગ્રહ-ગોચર નક્ષત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુક્ષ્મ ગણતરીથી તૈયાર થતા સાપ્તાહિક રાશિ ભવિષ્યમાં સાથે એ પણ જાણો કે તમને ક્યાં થશે ફાયદો અને ક્યાં રાખવું પડશે ધ્યાન.
મેષ રાશિઃ આ સપ્તાહ દરમિયાન મેષ રાશિના લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓનો પરેશાન થઈ શકે છે. તમારા કડવા શબ્દો પારિવારિક સંબંધોમાં તિરાડ પેદા કરી શકે છે. તમારે કાર્યસ્થળમાં સખત પરિશ્રમ પહોંચી શકે છે. નોકરી ધંધાના સ્થળે તમને લોકોનો સહયોગ પણ મળશે નહીં. અધિકારીઓ સાથે વાદવિવાદમાં પડવાથી નુકશાન થાય. લગ્ન ઉત્સુકો માટે આ સપ્તાહ શક્ય છે સારા સમાચાર આવે કે યોગ્ય પ્રસ્તાવ મળી શકે છે. સપ્તાહના અંતિમ દિવસોમાં આર્થિક લાભ થવાની શક્યતા.
વૃષભ રાશિઃ આ અઠવાડિયે વૃષભ રાશિના લોકોને વેપાર ધંધામાં કેટલીક તકલીફોનો સામનો કરવો પડી શકે છે. નોકરિયાતો માટે સમય સારો રહેશે. આ અઠવાડિયે જીવનમાં સુખસાહ્યબી ઉમેરાશે. અચાનક બહારગામ જવાનો યોગ પણ છે. આ અઠવાડિયે તમારા માટે આવક કરતાં જાવકનું પ્રમાણ વધશે એટલે પૈસા મેનેજ કરવા પર વધારે ધ્યાન રાખવું. પારિવારમાં એકંદરે વાતાવરણ સારું રહેશે, પરંતુ જીવનસાથી કોઈક મુદ્દે મતભેદો ઊભા થઈ શકે છે. આ આળસ અને ગુસ્સાથી દૂર રહેવું.
મિથુન રાશિઃ મિથુન રાશિના લોકો માટે આ સપ્તાહ શારીરિક અને માનસિક સમસ્યાઓ લઈને આવી શકે છે. તમે કામમાં વધુ ઉતાવળા બનશો. તમારા કાર્યમાં ઇચ્છિત પરિણામ ન મળવાથી તમે ચિંતામાં મુકાઈ શકો છો. જોકે સપ્તાહના અંતમાં પૈસાની દ્રષ્ટિએ લાભ થઈ શકે છે. આ અઠવાડિયે બિનજરૂરી મુસાફરી અને બિનજરૂરી ખર્ચ ટાળવા તમારા માટે હિતાવહ છે. જીવનસાથીનો સહયોગ લાભદાયક બની શકે છે. વાહન ચલાવતી વખતે ખોટા વિચારોમાં ન ચડી જવાથી તકલીફ સર્જાય.
કર્ક રાશિઃ કર્ક રાશિના જાતકોને સંતાન સંબંધિત સમસ્યાઓ પરેશાન કરી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઉતાર-ચઢાવથી ભરેલું રહેશે. નોકરી ધંધામાં અતિશય કામ પહોંચશે. આ અઠવાડિયે, તમારા બાબતે અન્ય કોઈ પર આધાર રાખવાનું ટાળો. આ સપ્તાહે ભાગીદારીના કામથી દૂર રહો. આ અઠવાડિયે, તમારા કેટલાક જૂના દેવાની ચુકવણી થઈ શકે છે. આ અઠવાડિયે તમને આવકના નવા સ્ત્રોત મળી શકે છે. સપ્તાહના મધ્યમાં માતા સાથે ભારે મતભેદો થઈ શકે છે.
સિંહ રાશિઃ આ અઠવાડિયે સિંહ રાશિના જાતકોને દરેક કામકાજમાં કોઈને કોઈ તકલીફોનો સામનો કરવો પડી શકે છે. ઉપરી અધિકારીઓ સાથે તાલમેલ જાળવી રાખવાથી ફાયદો થઈ શકે છે. સપ્તાહના મધ્યમાં તમને ભેટ અથવા નાણાકીય લાભ મળી શકે છે. ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. અંગત મિત્રોનો સહયોગ મળશે. આ અઠવાડિયે તમે પૈસાનું રોકાણ કરી શકો છો. સંતાનો સાથે સંબંધોમાં મધુરતા વધશે. તમને નકારાત્મકતાથી દૂર નહીં રાખશો તો પસ્તાવવું પડશે.
કન્યા રાશિઃ આ સપ્તાહ કન્યા રાશિના લોકોને ગિફ્ટ મળી શકે છે. આ અઠવાડિયે કામકાજ અંગે માનસિક મૂંઝવણ થઈ શકે છે. આ અઠવાડિયે તમે તમારી લક્ઝરીયસ જરૂરતો પર પૈસા ખર્ચી શકો છો. આ અઠવાડિયે તમારું પારિવારિક જીવન સારું રહેશે. આ અઠવાડિયે કોઈ પ્રવાસની સંભાવના છે જે મનોરંજક રહેશે. આ અઠવાડિયે બિનજરૂરી તણાવ અને વાદવિવાદ ટાળવા. આ અઠવાડિયે, વધુ પડતી દોડધામ તમને શારીરિક રીતે થકવી શકે છે. સંતાનોનો સાથ મળશે.
તુલા રાશિઃ તુલા રાશિના જાતકો સમગ્ર સપ્તાહ દરમિયાન પરિવારની આર્થિક સ્થિતિ અંગે ચિંતિત રહી શકે છે. પરિવારના સભ્યો સાથે કોઈપણ પ્રકારના વિવાદમાં ન પડો. કાર્યસ્થળ પર સ્થિતિ સામાન્ય રહેશે. નોકરી કરતા લોકોને વરિષ્ઠ લોકો તરફથી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ અઠવાડિયે તમારા મનમાં કેટલીક વિચિત્ર મૂંઝવણ રહી શકે છે. તમારું ભાગ્ય તમને ઘણી હદ સુધી પાછું ખેંચતું હોય એવું લાગશે. તમને પત્ની પાસેથી આર્થિક લાભ મળી શકે છે.
વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકોના સુખ-સુવિધામાં આ અઠવાડિયે વધારો થવાની સંભાવના. આ અઠવાડિયે તમારા મનમાં કોઈ પ્રકારની ધંધાાકીય અથવા તો નાણાકિય ઉથલપાથલ રહી શકે છે. આ સપ્તાહે પોતાને કામકાજના સ્થળે રાજનીતિથી દૂર રાખો. આ અઠવાડિયે તમારું પારિવારિક જીવન સારું રહેશે. નાણાકીય લાભ તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કામમાં આળસ ટાળવી. ભાઈ-બહેનો સાથે અણબનાવ થઈ શકે છે.
ધન રાશિઃ આ અઠવાડિયે ધન રાશિના લોકો બિનજરૂરી ખર્ચથી પરેશાન થઈ શકે છે. સપ્તાહની શરૂઆતમાં આરોગ્યલક્ષી કેટલીક તકલીફો તમને પરેશાન કરી શકે છે. કામની દ્રષ્ટિએ આ સપ્તાહ તમને સારો લાભ આપશે. આ અઠવાડિયે તમને દરેક ક્ષેત્રમાં તમારા જીવનસાથીનો સહયોગ મળી શકે છે. સપ્તાહના મધ્યમાં તમને આવકનો નવો સ્ત્રોત મળી શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો અને પરિવારના સભ્યો સાથે વિવાદ ટાળો. પુત્રની ચિંતાઓથી આરોગ્યને નુકશાન થઈ શકે છે.
મકર રાશિઃ આ અઠવાડિયે મકર રાશિના લોકો વિવિધ ચિંતાઓથી ઘેરાઈ શકે છે. આ અઠવાડિયે કાર્યસ્થળમાં કામને લઈને સાવધાન રહેવું. આ અઠવાડિયે પૈસા કમાવવાના માર્ગમાં અવરોધો આવી શકે છે. કામકાજ માટે પ્રવાસ થવાની સંભાવના બની શકે છે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમારા બાળકો અને જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સપ્તાહના છેલ્લા ભાગમાં તમારું નાણાકીય પાસું મજબૂત રહેશે. ભાગીદારો અને મિત્રો સાથે વાદવિવાદ ટાળો.
કુંભ રાશિઃ આ અઠવાડિયે કુંભ રાશિના લોકોને તેમના કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે મતભેદનો સામનો કરવો પડી શકે છે. આ અઠવાડિયે તમારે કામોને આવતીકાલ પર લઈ જવાનું ટાળવું જોઈએ. આ સપ્તાહ પૈસાની બાબતમાં સ્થિતિ સારી રહેશે. આ અઠવાડિયે તમારું પારિવારિક અને વૈવાહિક જીવન સારું રહેશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં થોડો સારો લાભ મળી શકે છે. સપ્તાહનો છેલ્લો ભાગ ખર્ચ અને દોડધામથી ભરેલો રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, અને માનસિક ચિંતાઓથી દૂર રહો.
મીન રાશિઃ આ સપ્તાહે મીન રાશિના લોકોએ વધુ પડતી આળસથી બચવું જોઈએ. સામાજિક કીર્તિને ફટકો પડી શકે છે. કાર્યસ્થળ પર પરિસ્થિતિ તમારાથી વિપરિત રહેશે. આ અઠવાડિયે નકામી બાબતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવશે. વેપારી વર્ગને આ સપ્તાહ લાભ મળી શકે છે. તમારું ઘરેલું જીવન સંઘર્ષમય રહેશે. આ અઠવાડિયે તમારે પૈસા કમાવવા માટે વધુ મહેનત કરવી પડશે. આ સપ્તાહ ક્રોધ અને નકારાત્મક વિચારોથી દૂર રહો અન્યથા તબિયત બગડી શકે છે.