સોમવારે મુંબઈના લોઅર પરેલ વિસ્તારના ફોનિક્સ પેલેડિયમ મોલમાં વિનાશક આગથી લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મોલના ખુલ્લા પાર્કિંગ એરિયામાં 25 થી 30 જેટલી મોટરસાઈકલ પાર્ક હતી. જેમાં અગમ્ય કારણોસર અચાનક આગમાં ફાટી નીકળી હતી. પ્રત્યક્ષદર્શીઓએ ગુજરાત બ્રેકિંગને જણાવ્યું હતું કે, આ ઘટના ત્રીજા માળે લગભગ પોણા બે વાગ્યાના અરસા દરમિયાન બની હતી.
ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે એ પહેલા તો અહીં ટોળે વળેલા લોકોએ હાઇડ્રેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને આગને કાબુમાં લેવામાં સફળતા મેળવી લીધી હતી. માહિતી મળ્યાની થોડીવાર બાદ જોકે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. જોકે બાઈક સંપુર્ણપણે સળગી જતાં ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.