2023 હવે થોડા દિવસોમાં આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યું છે. વિતેલા દિવસોના રસપ્રદ આંકડાઓ એ વચ્ચે રજૂ કરતાં ફૂડ ડિલિવરી એપ્લિકેશન સ્વિગીએ જાહેર કર્યું કે ભારતમાં લોકો આખા વર્ષ દરમિયાન શું આરોગી રહ્યા હતા. જાહેર કરલો ડેટા દર્શાવે છે કે કેવી રીતે ખાણીપીણીનો શોખ કેવી રીતે લોકોને અનિયંત્રિત કરી દે છે. “હાઉ ઈન્ડિયા સ્વિગી 2023” રિપોર્ટ લોન્ચ કર્યો જેની વિગતો જાણવા દર વર્ષની જેમ શું તમે લલચાઈ રહ્યા છો ? જાણીએ આ વર્ષે ગ્રાહકોને મોઢામાં પાણી આવી જાય તેવી વાનગીઓ કેવી રીતે પસંદ આવી.
2023નો ટુંકસાર રજૂ કરતાં, સ્વિગીએ જણાવ્યું કે 6,000 થી વધુ લોકોએ એપ પર ત્યાં ઉપલબ્ધ અનન્ય વાનગીઓ વિશે પૂછવાને બદલે સર્ચ મેનૂ પર “Swiggy” અને “order” ટાઈપ કર્યું. તેમણે જણાવ્યું હતું કે ગ્રાહકો માટે મેનૂમાં 6,64,46,312 અનન્ય વાનગીઓ હતી, જો કે, મોટાભાગના લોકો પિઝા, મસાલા ઢોસા અને ગુલાબજાબું જેવી કેટલીક વાનગીઓ પર ફીદા હતા.
સ્વિગી અહેવાલ આપે છે, “નવરાત્રી દરમિયાન 7.7 મિલિયનથી વધુ ઓર્ડર સાથે ગુલાબ જાબુંએ રસગુલ્લાને પાછળ છોડી દીધા છે. ગરબાની સાથે, નવરાત્રિના તમામ નવ દિવસના શાકાહારી ઓર્ડરમાં મસાલા ઢોસા સૌથી વધુ પ્રિય હતા.”
અન્ય રસપ્રદ આંકડાઓ…
સ્વિગીએ બોલિવૂડના લોકપ્રિય યૂઝર્સે રૂ. 42.3 લાખનો ફૂડ ઓર્ડર આપ્યો હતો.” તેણે તે વ્યક્તિના CTC પર આશ્ચર્યચકિત થઈને કહ્યું કે, “એક જ દિવસમાં 207 પિઝાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, ભુવનેશ્વરના ઘરમાં એ કોઈ નાની પિઝા પાર્ટી નહોતી.” રિપોર્ટમાં બીજા નંબરે સૌથી મોટી પાર્ટી હોસ્ટ 269 વસ્તુઓનો ઓર્ડર આપવામાં આવ્યો જે ઝાંસીથી આવ્યો હતો.
સ્વિગી ડાઇનઆઉટની વાત કરીએ તો, અમદાવાદના એક વ્યક્તિએ આ વર્ષે 300 વખત જમવાનો આનંદ માણ્યો હતો, 20 વિવિધ રેસ્ટોરન્ટમાં સ્વાદિષ્ટ વાનગીઓ સર્ચ કરી હતી. જ્યારે બિલની વાત આવે છે, ત્યારે દિલ્હીના એક વ્યક્તિએ એક જ ભોજનમાં ₹3,00,149નો તોતિંગ ખર્ચ કર્યો હતો.
2023 માં લોકોએ સૌથી વધુ શું ઓર્ડર કર્યું? એ જાણવું પણ તમારા માટે રસપ્રદ છે. ઓર્ડરમાં બિરયાની એ ટોપ પર રહી સિદ્ધિ મેળવી. ભારતમાં દર સેકન્ડે 2.5 બિરયાનીનો ઓર્ડર મળ્યો હતો. જાણીને નવાઈ લાગશે કે, આ વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક વર્લ્ડ કપ મેચ દરમિયાન, સ્વિગીને પ્રતિ મિનિટ 250 થી વધુ બિરયાનીનો ઓર્ડર મળ્યો હતો. આટલા બધા ઓર્ડરોમાંથી, ચંદીગઢના એક પરિવારે આ વાનગી માટે તેમનો અપાર પ્રેમ વ્યક્ત કર્યો અને લગભગ 70 પ્લેટ બિરયાની ઘરે મંગાવી હતી. અન્ય એક રસપ્રદ કિસ્સામાં, જયપુરના એક વ્યક્તિએ એક જ દિવસમાં એપ પર 67 ઓર્ડર આપ્યા હોવાના અહેવાલ છે.
અહેવાલમાં કેટલાક ડિલિવરી ભાગીદારોને તેમની શ્રેષ્ઠ સેવાઓ માટે યાદ કરવામાં આવ્યા હતા. 2023માં 10,360 ડિલિવરી માટે ચેન્નાઈ સ્થિત વેંકટસેનનો ટોપ પર છે; કોચી સ્થિત સંથિનીએ 6253 ઓર્ડર પૂરા પાડ્યા, ત્યારબાદ ગુડગાંવ સ્થિત રામજીત સિંઘ અને લુધિયાણા સ્થિત પ્રદીપ કૌરે એક વર્ષમાં 9925 અને 4664 સસ્મિત પહોંચાડ્યા.