ઉનાળાની સિઝન શરૂ થતાં જ લોકો પોતાની બાઇક અને સ્કૂટરમાં પેટ્રોલ ભરતી વખતે આખી ટાંકી ભરતા નથી. આવું એટલા માટે થઈ રહ્યું છે કે, સોશિયલ મીડિયા પર આ બાબતે જ્ઞાન પીરસતી અનેક પોસ્ટ વહેતી થઈ રહી છે. ગુજરાત બ્રેકિંગ તમને જણાવશે કે ઉનાળાની ઋતુમાં પેટ્રોલની ટાંકી સંપૂર્ણપણે ભરવી યોગ્ય રહેશે કે કેમ અથવા તો તેનાથી કોઈ પ્રકારનું નુકસાન થઈ શકે છે.
ઉનાળાની ઋતુમાં, લોકો પેટ્રોલ પંપ પર તેમની બાઇક અથવા સ્કૂટરમાં ટાંકી ભરવાનું ટાળી રહ્યા છે. આ લોકો આવું કરવા માટે અન્યોને સલાહ પણ આપે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ તમારી સુરક્ષા ઇચ્છો છો, તો ચોક્કસપણે તમે ઉનાળામાં બાઇક અથવા સ્કૂટરની પેટ્રોલની ટાંકી ભરવી જોઈએ કે નહીં તે અંગે કોઈ નિર્ણય લઈ નથી શક્તા અને અવઢવમાં મૂકાઈ જાઓ છો.
દેશની મોટી ઓઈલ સપ્લાય કરતી કંપનીઓમાંથી એક ઈન્ડિયન ઓઈલના સોશિયલ મીડિયા હેન્ડલ પર પણ આ માહિતી આપવામાં આવી છે. કંપની દ્વારા એક ફોટો ટ્વીટ કરવામાં આવ્યો છે. જેમાં આ માહિતી આપવામાં આવી છે કે જો તમે ઉનાળામાં તમારી બાઇક કે સ્કૂટરમાં ટાંકી ભરેલી હોય તો તેનાથી નુકસાન થાય છે કે નહીં.
ઈન્ડિયન ઓઈલના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, વાહન ઉત્પાદકો તમામ હવામાન પરિસ્થિતિઓમાં ચલાવવા માટે વાહનોને ડિઝાઇન કરે છે. ઉચ્ચ તાપમાન તેમજ નીચા તાપમાનમાં તેમના વાહન ચલાવીને અને તપાસ્યા પછી જ કંપનીઓ ઉત્પાદનને બજારમાં રજૂ કરે છે. આવી સ્થિતિમાં તેમના માટે સુરક્ષા સૌથી મોટી ચિંતાનો વિષય હોય છે. આવી સ્થિતિમાં, જો ઉત્પાદક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટાંકીમાં પેટ્રોલ ભરવામાં આવે છે, તો કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે.
ઓટોમોબાઈલ નિષ્ણાંતોનું પણ કહેવું છે કે કોઈ પણ વાહનને માર્કેટમાં લોન્ચ કરતા પહેલા કંપનીઓ ઘણી રીતે ટેન્ક પર પ્રેશર ટેસ્ટ કરે છે. આવી સ્થિતિમાં જો ઉનાળાની ઋતુમાં પણ તેમાં ટાંકી ભરાઈ જાય તો કોઈ પણ પ્રકારનું જોખમ નથી. કેટલાક લોકો ટાંકીમાં પેટ્રોલ કવર પણ ભરી દે છે, તો પણ કોઈ સમસ્યા નથી.