ગુજરાતમાં હવે પ્રથમ જ વખત કોઈ કોર્પોરેશન કૂતરાંનો વેરો ઉઘરાવાનું આયોજન કરી ચૂકી છે. વાત વડોદરા શહેરની છે જ્યાં હવે કૂતરાં પાળતા લોકોને વેરો ભરવો પડશે. પાલિકાએ ડ્રાફ્ટ કરેલા પ્લાન અનુસાર, કૂતરાં દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો લેવાનું આયોજન થયું છે. વડોદરા મહાનગરપાલિકાએ આ પૂર્વે કરેલા અભ્યાસ મુજબ શહેરના અંદાજે 5 ટકા ઘરોમાં પાલતુ કૂતરાં છે.
વડોદરા કોર્પોરેશન પાલતુ કૂતરાનો વેરો ઉઘરાવવા તૈયારી કરી ચૂક્યું છે. પાલિકા સૂત્રોનું માનીએ તો, કૂતરા દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો લેવાના આયોજનને આખરી ઓપ અપાઇ ચૂક્યો છે. પાલિકાના અંદાજ પ્રમાણે, શહેરમાં 5 ટકા ઘરોમાં પાલતુ કૂતરા છે. જેના થકી અંદાજે 30 હજાર શ્વાનના 1 કરોડની વેરાની આવકનો અંદાજ છે.
વડોદરામાં યુનાઇટેડ કેનલ ક્લબ અને કેસીઆઇ ક્લબોમાં 25 હજાર જેટલા ડોગ્સ નોંધાયેલા છે. પાલિકા હવે તેમના માલિકો પાસેથી ટેક્સ વસૂલવા તૈયારી કરી ચૂકી છે.