બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં પાંચ જૈન મુનિઓ પણ પરીક્ષાર્થી તરીકે નોંધાયા હતા, જોકે, અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB)ની પરીક્ષાના પ્રથમ દિવસે બે જૈન સાધુઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી અને વધુ બે સાધુઓ 16 માર્ચથી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપશે. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, કુલ પાંચ જૈન સાધુઓએ ધોરણ 10 અને 12ની અંતિમ પરીક્ષા માટે બાહ્ય વિદ્યાર્થીઓ તરીકે નોંધણી કરાવી હતી; જો કે, તેમાંથી એક, મુનિ પ્રિન્સ, ધોરણ 10ની પરીક્ષા આપશે નહીં.
ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કુલમાં ધોરણ-10 SSCના બે જૈન મુનિએ પરીક્ષા આપી રહ્યા છે.જયારે વિજયનગર સ્કુલમાં બે જૈન મુનિએ ધોરણ-12 HSCની પરીક્ષા આપશે. શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ, ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં પાંચ જૈન મુનિ એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા નોંધાયા હતા .ધોરણ 10માં એકસટર્નલ તરીકે પરીક્ષા આપવા મુનિ અર્હમ, મુનિ ધ્રુવ અને મુનિ પ્રિન્સનો સમાવેશ થાય છે. ધોરણ 12માં એક્સટર્નલ તરીકે મુનિ પુનિત અને મુનિ શુભમ પરીક્ષાર્થી તરીકે નોંધાયા છે. ધોરણ 10 ના મુનિ અર્હમ અને ધ્રુવ મંગળવારે પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. આ ચારેય વિદ્યાર્થીઓ મુનિ આચાર્ય મહાશ્રમણજીના શિષ્ય છે. મુનિ પ્રિન્સ પરીક્ષા નહીં આપશે.
ધોરણ-10 નાં એક્સટર્નલ વિદ્યાર્થી મુનિ અર્હમ અને મુનિ ધ્રુવ પરીક્ષા આપવા ઉસ્માનપુરાની વિદ્યાનગર સ્કુલમાં આવ્યા હતા.15 વર્ષના મુનિ અર્હમ મહારાષ્ટ્રના કોલ્હાપુરના વતની છે પરંતુ દીક્ષા પછી અમદાવાદમા રહે છે. અર્હમે 13 વર્ષની ઉંમરે 2020 માં દીક્ષા લીધી હતી અને ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો છે. એક માસ પહેલાં જ અર્હમે પરીક્ષાની તૈયારી શરૂ કરી હતી અને હાયર એજયુકેશનની ઈચ્છા હોવાથી પરીક્ષા આપવાનું નકકી હતું. મૂનિ ધ્રુવ 20 વર્ષનાં છે અને રાજસ્થાનનાં નકોડાના છે. તે પણ દીક્ષા પછી અમદાવાદમાં સ્થાયી થયા છે.
આ બન્ને મુનિ ધોરણ-10 ની પરીક્ષા આપવા વિહાર કરીને આવ્યા હતા.એકસટર્નલ વિદ્યાર્થી હોવાથી બન્ને મુનિની વ્યવસ્થા અલગ રૂમમાં કરવામાં આવી છે. તેઓ પોતાની સાથે પીવાનું પાણી પણ અલગથી લઈને આવ્યા હતા. જયારે મુનિ પુનિત અને મુનિ શુભમ ધોરણ-12 ની પરીક્ષા આપવા વિજયનગર હાઈસ્કુલ ખાતે આવ્યા હતા. 29 વર્ષનાં મુનિ પુનિત રાજસ્થાનનાં બાલોતરાના છે અને 28 વર્ષના મુનિ શૂભમ રાજસ્થાનનાં સહાદ્ધાના છે અને તેમણે 2010 માં ધોરણ 10 ની પરીક્ષા રાજસ્થાનથી આપી છે.જોકે હવે તેઓ ધોરણ-12 એક્સટર્નલની પરીક્ષા આપશે. તેમની પરીક્ષા 16 અને 18 માર્ચથી શરૂ થવાની છે.