નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા મહારાષ્ટ્રના સંગમનેરમાં તા.૨૬ થી 30 ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ત્રીજી સબ-જૂનિયર અને જૂનિયર રાષ્ટ્રીય યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ યોજાઈ હતી. આ સંસ્થા ફેડરેશન મિનિસ્ટ્રી ઓફ યૂથ અફેર્સ અને સ્પોર્ટ્સ, ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે સંકળાયેલી છે. આ ચેમ્પિયનશીપમાં ૨૯ રાજ્યોના ૮૦૦ થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસીએશન તરફથી ૩૦ સ્પર્ધકોએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં સમિક્ષા માધવસિંઘ પટેલ અને આરના અંકિતભાઈ ગાંધીએ આર્ટિસ્ટિક યોગાસન પૈર ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને રાજય તથા સુરતનું ગૌરવ વધાર્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા થવા આ બંને સ્પર્ધકોની ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ માટે પસંદગી થઈ છે. તેઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ ખેલો ઇન્ડિયા ઈવેન્ટમાં કરશે.