રાજ્યમાં હાલ વરાપની સ્થિતિ સર્જાઇ છે. મોટાભાગના વિસ્તારોમાં આકાશ ખુલ્લુ દેખાઇ રહ્યુ છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.
તો બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી તમારી છાતીના પાટીયા બેસાડી દેશે. કારણકે, આ વખતે ગુજરાતમાં વિનાશક પૂરની આગાહી કરવામાં આવી છે. એવું પણ કહેવાય છેકે, અંબાલાલ પટેલની આગાહી ક્યારેય ખોટી નથી પડતી. તેથી સૌ કોઈને એજ વાતનો ડર છે. આજથી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના પણ અંબાલાલે વ્યક્ત કરી છે. 15 ઓગસ્ટથી ગુજરાતમાં ફરીથી સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આજે શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ સાથે તેમણે, અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ ગાજવીજની ચેતવણી સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ દરેકે સતર્ક રહેવાની જરૂર છે. કારણકે, એક સાથે રાજ્યમાં બબ્બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે. આ સ્થિતિ કંઈક નવાજૂની કરી શકે છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ક્યા કેવો વરસાદ રહેશે તે અંગે પણ અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે. તેમણે કહ્યું છેકે, હાલ ભલે થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઘટી હોય પણ હજુ વરસાદનો ધુઆંધાર રાઉન્ડ બાકી છે. ગુજરાતમાં આગામી 8 અને 9 ઓગસ્ટના રોજ સુરત, નવસારી વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.