ભારતીય જનતા પાર્ટી વોર્ડ નં ૨૦ સગરામપુરા-ખટોદરા-મજુરાના મહિલા મોરચાના ઉપક્રમે વિશ્વ મહિલા દિન અને હોળી-ધૂળેટીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ નં.20ના મહિલા મોરચાના હોદ્દેદારોએ અંબાનગર આંગણવાડી ખાતે જરૂરતમંદ સગર્ભા બહેનોને પોષ્ટિક આહાર કીટ ( સુખડી ) નું વિતરણ તેમજ કુપોષણ બાળકોને પોષ્ટીક આહાર તેમજ ખજૂર ધાણી ચણા બિસ્કીટનું વિતરણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં વોર્ડ મહિલા મોરચાના પ્રમુખ અમિષા ફરોખભાઈ રૂવાલા માયાકુમાર, મહામંત્રી પાયલ જુનેજા, કોર્પોરેટર ભારતીબેન વાઘેલા અને ઉષાબેન પટેલ તેમજ માજી કોર્પોરેટર કિશોરીબેન કાપડિયા તથા મનિષા લોખંડવાલા હિનાબેન ટાલીયા હેમાલી મંકોડીયા વગેરે જોડાયા હતા. હોદ્દેદારોએ એકબીજાને ગુલાલ લગાડી હોળી ધુળેટીના પવિત્ર તહેવારની ઉજવણીનો આનંદ પણ લીધો હતો.