દેશમાં ઈલેક્ટ્રિક વાહનો અને ચાર્જિંગ સેન્ટરની વધતી સંખ્યા વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ તેની સુરક્ષા અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે સામાન્ય ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન પણ અન્ય ટેકનિકલ એપ્લિકેશનની જેમ સાયબર હુમલાનો શિકાર બની શકે છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો પણ અન્ય તકનીકી એપ્લિકેશનની જેમ સાયબર હુમલા અને સાયબર સુરક્ષા માટે સંવેદનશીલ હોય છે.
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) ને ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સંબંધિત ઉત્પાદનો અને એપ્લિકેશન્સમાં નબળાઈઓના અહેવાલો પ્રાપ્ત થયા છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર વિવિધ સાયબર સુરક્ષા જોખમોથી સંપૂર્ણપણે વાકેફ છે અને હેકિંગના મુદ્દાને પહોંચી વળવા સક્રિય પગલાં લઈ રહી છે. તમને જણાવી દઈએ કે CERT-In ને ભારતમાં તમામ સાયબર સુરક્ષા ઘટનાઓ પર દેખરેખ રાખવા અને મોનિટર કરવા માટે અધિકૃત કરવામાં આવ્યું છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ CERT-In દ્વારા એકત્ર કરાયેલા સાયબર ક્રાઈમ કેસોની માહિતી આપતાં જણાવ્યું હતું કે, 2018માં 2,08,456, 2019માં 3,94,499, 2020માં 11,58,208, 2021માં 14,02,809 અને 12221માં 13,249, સંબંધિત ઘટનાઓ સાયબર ક્રાઈમ સામે આવ્યા છે. એટલે કે વર્ષ 2018ની સરખામણીએ વર્ષ 2022માં સાયબર ક્રાઈમના કેસમાં લગભગ 7 ગણો વધારો થયો છે.