કેન્દ્રીય બજેટમાં અનેક વસ્તુઓ પર કસ્ટમ સહિતની વિવિધ ડ્યુટીમાં વધારો-ઘટાડો થયો છે. નાણામંત્રીના આ ફેરફારને કારણે લેધર, કપડા, ખેતીનો સામાન, પેકેજીંગના ડબ્બા, મોબાઈલ ફોન ચાર્જર અને જેમ્સ એન્ડ જ્વેલરી સસ્તા થશે. આ રજૂ થયેલા મોદી સરકારના બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી પર કસ્ટમ ડયુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે તો કટ અને પોલીશ્ડ ડાયમંડ પરની કસ્ટમ ડ્યુટી પર ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.સુરતના હિરા ઉદ્યોગ માટે આ મોટી રાહત આપતું પગલું લેખાય છે.
બજેટમાં આ ઉપરાંત લઘુ ઉદ્યોગને મદદ મળે એ અર્થે પણ અનેક પગલાં લેવાયા છે. સ્ટીલ સ્ક્રેપ પરની કસ્ટમ ડયુટી રાહતને વધુ એક વર્ષ લંબાવાઈ છે. ઘરેલું ઉત્પાદનને વેગ આપવા મોબાઈલના ચાર્જર, ટ્રાન્સફોર્મર વગેરેની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરાયો છે.
જો કે કેપીટલ ગુડઝ પરની આયાત જકાતમાં જે અત્યાર સુધી છૂટ હતી તે પૂરી કરવામાં આવી છે અને તેના પર હવે 7.5 ટકાનો આયાત ડ્યુટી લાગશે. ઇમીટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે જેના કારણે તેની આયાત ઘટાડવામાં સહાયતા મળશે. વિદેશી છત્રીઓ પણ મોંઘી થશે.