આઈપીએલની 16મી આવૃત્તિ આજથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સાથે થશે. જો કે આ મેચમાં વરસાદ વિલન બની શકે છે. અમદાવાદમાં ગુરુવારે ઝરમર વરસાદ પડ્યો હતો, જેના કારણે ખેલાડીઓને પ્રેક્ટિસ કરવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ચેન્નાઈના ખેલાડીઓએ વરસાદ દરમિયાન આરામનો આનંદ માણ્યો હતો.
વરસાદ દરમિયાન નાસ્તાની મજા માણી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ. ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટીમ સાથે નાસ્તાની મજા લેતો જોવા મળ્યો હતો. ટીમ ફિઝિયો, દીપક ચહર, બેન સ્ટોક્સ, ડેવોન કોનવે અને અન્ય ખેલાડીઓ પણ ધોની સાથે જમતા જોવા મળ્યા હતા. ચેન્નાઈના ખેલાડીઓ વરસાદની મોસમમાં નાસ્તામાં જલેબી, ફાફડા, ગાંઠિયા ખાતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો પણ CSK દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.