રોજીંદી વ્યસ્તતા વચ્ચે એક દિવસ સમગ્ર સમાજ એક સ્થળે હળે-મળે એકબીજાથી પરિચિત થાય અને પ્રોત્સાહિત થાય એવા શુભાશયથી માંગુકિયા પરિવારનો 17મો વાર્ષિક સ્નેહમિલન સમારોહ ધામધૂમપૂર્વક યોજાયો. અમરોલી સ્થિત રજવાડી પાર્ટી પ્લોટમાં ભવ્ય આયોજન સાથે આયોજીત આ કાર્યક્રમમાં સામાજિક- સાંસ્કૃતિક એકરૂપતા સાથે માંગુકિયા પરિવારના સભ્યો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ શુભ પ્રસંગે અશોકભાઈ લક્ષમણભાઈ સુરનગરે સમસ્ત માંગુકિયા પરિવારનું સ્વાગત કરી તેમની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિને બિરદાવી હતી. સમાજના પ્રમુખ ઈશ્વરભાઈએ પ્રાસંગિક વક્તવ્યમાં સમાજને પરિવારને તુટતાં બચાવવાની હ્રદયપુર્વક અપીલ કરતાં જણાવ્યું હતું કે, સંયુક્ત પરિવાર આપણી સંસ્કૃતિ છે અને આજના સમયની સૌથી મોટી જરૂરિયાત પણ એટલે મારી સમાજને વિનંતી છે કે આપણે પરિવારને તૂટતાં બચાવીએ અને સૌ હળીમળીને જોડાયેલા રહીએ. પરિવારમાં બાળ ઉછેરના મહત્વ અંગે પણ તેમણે પ્રેરણાદાયી વાતો રજૂ કરી હતી. યુવાધનને તેમણે અપીલ કરી હતી કે તેઓ વ્યસનનું દુષણ અટકાવવા મક્કમ મનોબળ સાથે આગળ અને સારા માણસો અને મિત્રો સાથે રહેવાનું પસંદ કરે જેથી સમાજ અને પરિવાર માટે જ્ઞાન અને પ્રગતિના નવા દ્વાર ખુલી શકે. તેમણે માંગુકિયા પરિવારને કઈ રીતે આગળ લઈ જવાય એ માટે શ્રેષ્ઠીઓને પ્રયત્નશીલ રહેવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે કારોબારી સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ ધરમશીભાઈ સાલપરા, ઉપપ્રમુખ રામજીભાઈ ગણેશભાઈ રણપરડા, ઉપપ્રમુખ હરજીભાઇ મેઘજીભાઈ કાળાતળાવ, મંત્રી અશોકભાઈ લક્ષમણ ભાઈ સુરનગર, સહમંત્રી વાલજીભાઇ હરજીભાઇ દળવા, સહમંત્રી કાંતિભાઈ પ્રેમજીભાઈ, સહમંત્રી બાબુભાઇ પરષોત્તમભાઇ શોભાવડ, ખજાનચી જીવરાજભાઈ ભગવાનભાઇ ઘેટી, સહખજાનચી બિપીનભાઈ દામોદરભાઈ પાંચતલવાળા, સહખજાનચી તુષારભાઈ લાલજીભાઈ જેસર, સહખજાનચી ઘનશ્યામભાઈ ડાયાભાઇ મોટા સુરકા અને સમાજના યુવકોએ કાર્યક્રમને સફળ બનાવવા તન-મન અને ધનથી સાથ સહકાર આપી કાર્યક્રમને દિપાવ્યો હતો.
માંગુકિયા પરિવારના 17માં ભૂલકાંઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોકોના દિલ જીતી લીધા હતા. સમાજના વિવિધ કાર્યો માટે સમાજના શ્રેષ્ઠીઓ તરફથી દાનની સરવાણી વહી હતી. દાનમાં લેન્ડમાર્ક ફેઈમ માધવજીભાઈએ ઈ બાઈક ઇનામમાં આપી હતી. તેમણે આજીવન સ્ટેજ ડેકોરશનનો ખર્ચ આ દાતા તરફથી ઉઠાવવાની જાહેરાત કરતાં સમાજે તાળીઓથી વધાવી લીધા હતા. ઇનામ વિતરણ હરજીભાઇ મેઘજીભાઈ કાળા તળાવ દ્વારા લાઇટિંગ ડેકોરેશન ઈશ્વરભાઈ ધરમશીભાઈ સાલપરા અને મુકેશભાઈ ભાઈ લવજીભાઈ નાવડા તેમજ પાણીના દાતા ભરત ભાઈ પ્રેમજી ભાઈ કાંતિભાઈ પ્રેમજી ભાઈ નાવડા અને સાઉન્ડના દાતા મનોજભાઈ કલ્યાણભાઈ કાળાતળાવ અને ફોટોગ્રાફી રોહિતભાઈ ધરમશી ભાઈ કાળાતળાવ અને બાળકોના જમ્પિંગ ગેમ સાથે બિપીનભાઈ પંચતલવાળા આજીવન દાતા રહ્યા છે.
વિવિધ દાતાઓનું આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના પરીક્ષામાં સારા ક્રમાંકે પાસ થયા એ વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો આપી પ્રોત્સહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ભોજનના દાતા- ડુંગરશીભાઈ ખોરાભાઈ માંગુકિયા અને જીવરાજભાઈ ભગવાન ભાઈ તેમજ ઈ બાઈકના દાતા- માધવજીભાઈ લેન્ડમાર્કનું સન્માન કરવામાં આવ્યું હતું. ઈ બાઇકના વિજેતા – ધોરણ 12 સાયન્સ મા 96.66% સાથે ઉત્તીર્ણ થઈને સમસ્ત માંગુકિયા પરિવારનું નામ રોશન કરનાર અમનનું ઈ-બાઈકના ઈનામથી સન્માન કરવામાં આવ્યું હતું. તેણે પોતાની શૈક્ષણિક સિદ્ધિથી સમસ્ત માંગુકિયા પરિવાર તથા દડવા ગામનું નામ રોશન કર્યુ છે. માધવજીભાઈ માંગુકિયા પચ્છેગામ (લેન્ડમાર્ક) દ્વારા અમનની આ સિધ્ધિ ને બિરદાવી ઇનામ રૂપે “ઈ-બાઈક” ભેટસ્વરૂપે આપી સન્માન કરવામાં આવ્યું છે.
સ્નેહમિલનનો કાર્યક્રમ વી ન્યુઝ પર બતાવવા બદલ તેમજ ઘણા વર્ષોથી સમાજ સાથે ઉભા રહી સમાજની હરહંમેશ મદદ કરવા બદલ પ્રમુખ ઈશ્વરભાઈ દ્વારા વી ન્યુઝ ચેનલના ડિરેક્ટર વિનુભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં સમગ્ર પરિવારે એકસાથે ભોજન લઇ પારિવારિક ભાવનાઓને મજબુત બનાવી હતી.